AMC Recruitment 2024 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી બહાર પાડવા માં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ સેફટી ઓફિસર (FSO) ની પોસ્ટ પર ભરતી બહાર પાડવા માં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફુડ સેફ્ટી ઓફિસર માટે ની કુલ 43 જગ્યા ઉપર ભરતી બહાર પાડવા માં આવી છે. આ ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર મર્યાદા 35 વર્ષ હોવી જોઈએ 35 વર્ષ થી વધારે હોવી જોઈએ નહીં.
આ ભરતી માં પસંદગી પામનાર ઉમેદવાર ને પ્રથમ ત્રણ વર્ષ માટે 49,600 ₹ માસિક ફિક્સ પગાર આપવા માં આવશે અને ત્યારબાદ પે મેટ્રિક્સ લેવલ 7 પ્રમાણે 39,900 થી 1,26,600 ₹ પગાર આપવા માં આવશે આ ભરતી માં અરજી કરનાર General કેટેગરીના ઉમેદવારે 500 રૂપિયા અને SC / ST કેટેગરીના ઉમેદવારો 250 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે. આ ભરતી માં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 6 નવેમ્બર 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે આ ભરતી વિશે ની મહત્વ ની માહિતી નીચે આપેલી છે. જેમાં તમને શૈક્ષણિક લાયકાત , ઉંમર મર્યાદા , અરજી કેવી રીતે કરવી અને પસંદગીની પ્રક્રિયા વિશેની વધુ માહિતી જાણવા મળશે.
Important Date For AMC Recruitment 2024
Last Date to Apply | 6/11/2024 |
Last Date for Fees submit | 8/11/2024 |
Post details for AMC Recruitment 2024
AMC Recruitment 2024 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ સેફટી ઓફિસર (FSO) ની પોસ્ટ પર ભરતી બહાર પાડવા માં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફુડ સેફ્ટી ઓફિસર માટે ની કુલ 43 જગ્યા ઉપર ભરતી બહાર પાડવા માં આવી છે.
ક્રમ | પોસ્ટ | જગ્યા |
1 | ફૂડ સેફટી ઓફિસર | 43 |
Educational Qualification for AMC Recruitment 2024
AMC Recruitment 2024 ફૂડ ટેકનોલોજી, ડેરી ટેકનોલોજી, બાયોટેકનોલોજી, કૃષિ વિજ્ઞાન, પશુ ચિકિત્સા વિજ્ઞાન, બાયોકેમિસ્ટ્રી, માઈક્રોબાયોલોજી જેવા મુખ્ય વિષયો સાથે બેચલર ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે આ પદ નિર્ધારિત છે.
chemistry (રાસાયણ વિજ્ઞાન) માં માસ્ટર ડિગ્રી અથવા મેડિસીન માં ડિગ્રી ધરાવનારા ઓ પણ અરજી કરી શકશે. માન્ય યુનિવર્સિટી અથવા સત્તાવાર રીતે માન્ય કૉલેજો માંથી આ ડિગ્રી પ્રાપ્ત કરવી આવશ્યક છે. આ પદ માટે અરજી કરવા ની લાયકાત માં બે વર્ષનો અનુભવ મહત્વપૂર્ણ છે. આ અનુભવ ફૂડ સેફ્ટી ક્ષેત્ર માં હોવો જોઈએ, જેમાં 1954 નો પ્રિવેન્શન ઑફ ફૂડ એડલ્ટરેશન અધિનિયમ, 2006 નો ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ અધિનિયમ, અને 2011 ના ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ નિયમો નો સમાવેશ થાય છે.
આ અનુભવ સરકારી સંગઠનો, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ, બોર્ડ, સરકારી કંપનીઓ કે લિમિટેડ કંપની ઓમાં હોવો જોઈએ. ઉમેદવારો માટે એવું પણ જરૂરી છે કે તેઓએ સહાયક ફૂડ ઇન્સ્પેક્ટર (ક્લાસ-III) અથવા તેનાથી ઉચ્ચ પદ પર કામ કર્યું હોવું જોઈએ. આ પદ ફૂડ સેફ્ટી સંબંધિત કાર્ય માટે યોગ્ય ઉમેદવાર ની પસંદગી માટે ની મહત્વપૂર્ણ જવાબદારી ઓ ધરાવે છે. આ લાયકાતો ને આધારે, યોગ્ય શિક્ષણ અને અનુભવ ધરાવનાર ઉમેદવારો આ પદ માટે અરજી કરી શકશે.
Age Limit for AMC Recruitment 2024
AMC Recruitment 2024 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાડવા માં આવેલી ફૂડ સેફ્ટી ઓફિસર ની ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર મર્યાદા 35 વર્ષ હોવી જોઈએ 35 વર્ષ થી વધુ હોવી જોઈએ નહીં.
Application Fee for AMC Recruitment 2024
AMC Recruitment 2024 ટાંક કિમટ ઠરાવ નં. ૬૯૨, તા. ૨૯/૦૯/૨૦૨૩ અને મ્યુનિસિપલ બોર્ડ ઠરાવ નં. ૫૯૭, તા. ૩૦/૧૦/૨૦૨૩ મુજબ, જે બીન અનામત વર્ગના (દીવયાંગ વર્ગ સિવાયના) ઉમેદવારો માટે અરજી ફી ₹500/- (રૂપિયા પાંચ સો) અને આ.ન.વ., સા.શૈ.પ.વગણાં અન્ય પછાત વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ₹250/- (રૂપિયા બે સો પચાસ) ઓનલાઈન ભરવાની રહેશે. આ ફી ભરવાની છેલ્લી તારીખ 08/11/2024 છે.
કેટેગરી | અરજી ફી |
General/ EWS | 500 ₹/- |
SC / ST | 250 ₹/- |
Salary In AMC Recruitment 2024
AMC Recruitment 2024 પ્રથમ ત્રણ વર્ષ માટે ઉમેદવારોને ₹ 49,600 /- માસિક ફિક્સ પગાર આપવામાં આવશે. આ સમયગાળાની સફળતાપૂર્વક પૂર્તિ બાદ, તેઓને નક્કી કરાયેલ લેવલ – 7 પે મેટ્રિક્સ માં ₹ 39,900 થી ₹ 1,26,600 ધોરણ માં બેઝિક વેતન તથા અન્ય નિયમિત ભથ્થાઓ મળવા પાત્ર રહેશે.
How To Apply for AMC Recruitment 2024
AMC Recruitment 2024 સૌ પ્રથમ, ઉમેદવારો એ વેબસાઇટ પર જઇને, દર્શાવેલી “Apply Online” વિકલ્પ પર ક્લિક કરવું પડશે. અરજદારોએ તમામ જરૂરી વિગતો ભર્યા બાદ અરજી સબમિટ કરવાની રહેશે. અરજી સબમિટ થયા પછી, નોંધાયેલ મોબાઇલ નંબર પર SMS મળશે, જેમાં ઉમેદવારના અરજી નંબરની વિગતો આપેલી હશે.
અરજી સબમિટ થયા બાદ, અરજી ફી ભરવા માટે સીધો પેમેન્ટ લિંક ખુલશે, જેમાં ઉમેદવારોને નામ, અરજી નંબર અને જન્મતારીખ દાખલ કરવી રહેશે અને “Submit” પર ક્લિક કરવું પડશે.
જો પેમેન્ટ લિંક કોઈ કારણસર ન ખુલતી હોય, તો નીચે આપેલા લિંક પર ક્લિક કરી પેમેન્ટ પ્રક્રિયા કરી શકશો.”Submit” પર ક્લિક કર્યા પછી, ઉમેદવારોએ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, અથવા નેટ બેન્કિંગ દ્વારા ફી ભરી શકાશે. ફી ભર્યા બાદ, તમે ફી ચૂકવણીની સફળતા અંગેના SMS દ્વારા જાણકારી મેળવી શકશો.
અરજીની પદ્ધતિ પૂર્ણ થયા બાદ, ઉમેદવારોએ ફરીથી “Recruitment link” પર જઈ “Download Receipt” વિકલ્પથી અરજીની રસીદ ડાઉનલોડ કરી લેવી.શારિરિક ખામીઓ ધરાવતા અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે પણ આ જ પ્રક્રિયા લાગુ પડશે.
તેમને વેબસાઇટ પર જઈ અને “Apply Online” વિકલ્પ પર ક્લિક કરીને ફોર્મ ભરીને અરજી સબમિટ કરવી રહેશે, અને આના માટે આપેલા તત્કાલ માહિતી પ્રમાણે SMS પ્રાપ્ત થશે, જેમાં અરજી નંબરની વિગતો હશે.
General Information for AMC Recruitment 2024
AMC Recruitment 2024 ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલી વિગતો recruiting પ્રક્રિયા દરમિયાન અંતિમ માનવામાં આવશે. ચકાસણી દરમિયાન જો વિગતોમાં કોઈ ફેરફાર કે તફાવત જણાશે તો ઉમેદવારી રદ કરવામાં આવશે.
ઉમેદવારોએ અપલોડ કરેલા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફની વધુ કોપીઓ રાખવાની રહેશે અને ભરતી પ્રક્રિયા દરમિયાન તે જ ફોટોગ્રાફ રજૂ કરવો પડશે.
એક કેડર માટે માત્ર એક જ અરજી માન્ય ગણાશે, અને વધુ અરજી કિસ્સામાં અંતિમ કન્ફર્મ થયેલ અરજી જ માન્ય રહેશે. જો અરજીઓમાં ભૂલો હોય, તો તે અરજીઓ અમાન્ય ગણાશે.
અનામત જાતિના ઉમેદવારોને અનામત જગ્યા પર અરજી કરતી વખતે પોતાની જાતિ અંગેનું પ્રમાણપત્ર પણ જરૂરી રહેશે. ઉમેદવારોએ સરકારની નિયમન પ્રમાણે યોગ્ય ડોક્યુમેન્ટસ સાથે અરજી કરી જ જોઈએ.
દિવ્યાંગજન ઉમેદવારો માટે 40% અથવા વધુ શારીરીક અશક્તતા ધરાવતા હોય ત્યારે તેઓને ઉંમર મર્યાદામાં છુટ આપી શકાશે. પ્રમાણપત્રની તારીખ અને ફોર્મમાં દર્શાવેલી માહિતી સાથે તમામ દસ્તાવેજો યોગ્યતાનો પુરાવો તરીકે હાજર કરવામાં આવવા જોઈએ. અંતે, અન્ય કોઇ જાણકારી માટે અરજદારોને Ahmedabad Municipal Corporation ની વેબસાઇટ જોવી અનિવાર્ય છે.
AMC Recruitment 2024 Download Notification
You may also like GPSC Recruitment 2024 : ગુજરાત સરકાર માં નોકરી મેળવવા ની તક!