Join WhatsApp

GPSC Recruitment 2024:-ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સાયન્ટિફિક ઓફિસર માટે મહત્વ ની ભરતી!

GPSC Recruitment 2024 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સાયન્ટિફિક ઓફિસર વર્ગ-2 ની ભરતી પાડવામાં આવી છે આ ભરતી માં રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 02 પોસ્ટ પર ભરતી પાડવામાં આવી છે. આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર વય મર્યાદા 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ભરતીમાં અરજી કરવા માટે 100₹ ફી છે. આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 31/08/2024 છે. આ ભરતીમાં ઉમેદવારને અનુભવ હોવો જરૂરી છે. આ પોસ્ટ પર પગાર 44,900 થી 1,42,400 છે. તેના વિશે વધુ માહિતી નીચે આપેલી છે. જેમાં તમને શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમરમર્યાદા, પગાર ધોરણ અને કેવી રીતે અરજી કરવી તેના વિશે જાણવા મળશે.

Educational Qualification for GPSC Recruitment 2024

GPSC Recruitment 2024 (i) ભારતના કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ હેઠળ સ્થપાયેલ અથવા એ પ્રમાણે સ્વીકૃત અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, 1956 ની કલમ 3 હેઠળ જાહેર કરવામાં આવેલ યૂનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત કોઇપણ યુનિવર્સિટીની સાયકલોજી, ક્લિનિકલ સાયકલોજી, ન્યુરો સાયકલોજી, ફોરેન્સિક સાયકલોજી, અથવા ઇન્વેસ્ટિગેશન સાયકલોજીમાંથી અનુસ્નાતક ડિગ્રી ધરાવવી જરૂરી છે.

(ii) સાયકોલોજી મુખ્ય વિષય તરીકે લીધેલ બી.એ.ની ડિગ્રી, કે જે ભારતના કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ હેઠળ સ્થપાયેલ અથવા એ પ્રમાણે સ્વીકૃત કોઇપણ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત થયેલી હોવી જરૂરી છે, અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, 1956 ની કલમ 3 હેઠળ માન્ય અથવા માન્યતા પ્રાપ્ત કરવામાં આવેલ કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવી હોય તેવા ઉમેદવારો અરજી માટે પાત્ર રહેશે.

(iii) ગુજરાત નાગરિક સેવા વર્ગીકરણ અને ભરતી (જનરલ) નિયમો, 1967 અનુસાર અનુસૂચિત જેવી મૂળભૂત કંપ્યુટર એપ્લિકેશનનો જ્ઞાન ધરાવતું હોવું જરૂરી છે.

(iv) ગુજરાતી, હિન્દી અથવા બંને ભાષાઓમાં પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે.

Experience for GPSC Recruitment 2024

(A) ગુજરાત રાજ્યના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડિરેક્ટોરેટની સબઓર્ડિનેટ સર્વિસમાં સંબંધિત વિભાગો/વિભાગોમાં લેબોરેટરી ટેકનિશિયન, ક્લાસ IIIના હોદ્દા ઉપર ઓછામાં ઓછા બે વર્ષના અનુભવ ધરાવતો હોવો જોઈએ.

(B) સરકાર કે સ્થાનિક સંસ્થાઓ, સરકારના પેટા સંસ્થાઓ, બોર્ડ, નિગમો, ખાનગી અથવા જાહેર ક્ષેત્રની લેબોરેટરી, સંશોધન સંસ્થા, કંપની એક્ટ, 2013 હેઠળ સ્થાપિત મર્યાદિત કંપની, યુનિવર્સિટી અથવા કોલેજમાં સંબંધિત વિષયમાં સંશોધન કે વિશ્લેષણ કામનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ અનુભવ તે પદ સાથે સમકક્ષ હોઇ શકે છે, જે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, ગુજરાત રાજ્યના ડિરેક્ટોરેટની સબઓર્ડિનેટ સર્વિસમાં લેબોરેટરી ટેકનિશિયન, ક્લાસ IIIના પદ કરતાં નીચે ન હોય.

Age Limit for GPSC Recruitment 2024

GPSC Recruitment 2024 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પાડવામાં આવેલી સાયન્ટિફિક ઓફિસર ની ભરતી માટે ઉમેદવાર ની ઉંમર મર્યાદા 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

ઉમેદવારોની ઉંમર અને અનુભવ મૂળ જાહેરાતમાં ઉલ્લેખ કરેલી ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખના દિવસે જ ગણવામાં આવશે.

Salary In GPSC Recruitment 2024

GPSC Recruitment 2024 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પાડવામાં આવેલી સાયન્ટિફિક ઓફિસર પોસ્ટ માટે પગાર ધોરણ ₹ 44,900-₹ 1,42,400/ (પે મેટ્રિક્સ લેવલ-8) છે.

How to apply for GPSC Recruitment 2024

GPSC Recruitment 2024 આ જાહેરાત સંદર્ભમાં, આયોગ દ્વારા ઓનલાઈન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવારો, જાહેરાત ક્રમાંક ૧૯/૨૦૨૪-૨૫ ગૃહ વિભાગની સાર્યાન્ટફિક ઓફિસર (ફોરેન્સિક સાયકોલોજી જૂથ), વર્ગ-૨ ની જગ્યા માટે, તારીખ 12/08/2024, બપોરે ૧:૦૦ વાગ્યાથી લઈને 31/08/2024, રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી, https://gpsc-ojas.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકશે.

સૌ પ્રથમ https://gpsc-ojas.gujarat.gov.in પર જાઓ.

આ વેબસાઇટના મેનુ બાર પર “Online Application” વિકલ્પ પર ક્લિક કરતા “Apply” નો વિકલ્પ દેખાશે. ત્યાં ક્લિક કરતા, આપને હાલની જાહેરાતોની વિગત જોવા મળશે. જે જાહેરાતની વિગતવાર માહિતી જોઈએ તે માટે “DETAILS” બટન પર ક્લિક કરવું. સંપૂર્ણ માહિતી વાંચ્યા પછી, ઉમેદવાર ઓનલાઈન અરજી કરવા માટે તૈયાર થઈ શકે છે.

ઉમેદવારે જે જાહેરાત માટે અરજી કરવાની છે, તે જાહેરાતની સામેના “Apply” બટન પર ક્લિક કરવાથી તે જાહેરાતનો સારાંશ ખુલશે. જો તે માહિતી યોગ્ય લાગે, તો “Apply Now” બટન પર ક્લિક કરીને ઉમેદવાર અરજી પ્રક્રિયા શરૂ કરી શકે છે. આ માટે, “ONE TIME REGISTRATION” નંબર અને જન્મતારીખ દાખલ કરવાની રહેશે. જો “ONE TIME REGISTRATION” નંબર નથી, તો “SKIP” બટન પર ક્લિક કરીને અરજી કરવી શકે છે.

આ માટેનો વધુ વિગતવાર માર્ગદર્શિકા માટે આપેલી લિંક https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/2019-7-15_694.pdf તપાસો.

અરજી શરૂ કરવાના પ્રથમ પગલા તરીકે “Personal Details (ઉમેદવારની માહિતી)” ભરવી પડશે. (જે લાલ તારા (*) ચિહ્ન સાથે દર્શાવેલ હોય, તે વિગતો ફરજિયાત હોય છે.) “Personal Details” માં ઉમેદવારની અટક, નામ, પિતાનું નામ, માતાનું નામ, જાતિ, જન્મ તારીખ વગેરે ભરવાની રહેશે. જો ઉમેદવાર પાસે અટક ન હોય, તો “NOT APPLICABLE,” “NA,” અથવા “NO SURNAME” લખી શકે છે.

“Personal Details” પૂરી થયા પછી “Communication Details (સંદેશાવ્યવહારની માહિતી)” ભરવી. જેમાં રહેવાનું સરનામું, મોબાઈલ નંબર, અને ઈ-મેલ આઈ.ડીનો સમાવેશ થાય છે. જો કોઈ માહિતી બે વાર દાખલ કરવાની હોય, તો તે ફરીથી ટાઈપ કરવાની રહેશે.

આગળ “Other Details (અન્ય વિગતો)” અને “Language Details (ભાષાની માહિતી)” માં જોડણી કરવી.

ફોટોગ્રાફ અને હસ્તાક્ષર અપલોડ કરવા માટે, jpg ફોર્મેટમાં 10 KB માપનો ફોટોગ્રાફ અને હસ્તાક્ષરનો અપલોડ જરૂરી છે. ફોટોગ્રાફનો માપ 5 સે.મી. ઊંચાઈ અને 3.6 સે.મી. પહોળાઈ અને હસ્તાક્ષર માટે 2.5 સે.મી. ઊંચાઈ અને 7.5 સે.મી. પહોળાઈ રાખવું.

“Choose File” બટન પર ક્લિક કરીને ફાઈલ પસંદ કરો અને “Upload” બટન પર ક્લિક કરો. બાજુમાં તમારો ફોટોગ્રાફ દેખાશે. આ જ રીતે હસ્તાક્ષર પણ અપલોડ કરી શકાય છે.

Education Details (શૈક્ષણિક લાયકાત) વિભાગમાં તમારી તમામ લાયકાતોની વિગતો ભરો. જો શૈક્ષણિક લાયકાતમાં ટકાવારી ન આપવામાં આવે, તો “0” દાખલ કરો. અને ગ્રેડ ન આપવામાં આવે, તો “NA” પસંદ કરો.

Experience Details (અનુભવની માહિતી) વિભાગમાં લાયકાત મેળવી પછીના તમામ અનુભવનો ઉલ્લેખ કરો. તમામ વર્ષના અનુભવને એક ROWમાં દાખલ કરો.

Additional Information (વધારાની માહિતી) વિભાગમાં લાગુ પડતી માહિતી દાખલ કરો. Assurance/ Self-Declaration (બાહેંધરી) વાંચીને, “Yes/No” પર ક્લિક કરો.

“Save” બટન પર ક્લિક કરવાથી તમારો ડેટા સંગ્રહિત થશે. તમારી અરજીનું પ્રિન્ટ કાપો અને તમારો Application અને Confirmation Number સાચવી રાખો.

જો અરજીમાં સુધારો કરવાની જરૂર હોય, તો “Edit” વિકલ્પમાં જઈને અંતિમ તારીખ સુધીમાં ફેરફાર કરી શકાય છે. જાહેરનામું પૂર્ણ થયા પછી, આ સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં, તેથી નવી અરજી કરવા બદલે, પૂર્વેની અરજીમાં સુધારો કરો.

મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી પર અપડેટ્સ પ્રાપ્ત થશે, તેથી અરજી વખતે યોગ્ય નંબર અને ઇમેલ ટાઇપ કરો. COPY/PASTE નો ઉપયોગ ન કરો.

Important Link For GPSC Recruitment 2024

Download Notification Download Notification

You may also like PGVCL Recruitment 2024: કચ્છ અને સૌરાષ્ટ્ર ઉમેદવારો માટે PGVCL માં રોજગાર મેળવવાની ઉત્તર તક!

Leave a Comment