Join WhatsApp

GPSC Recruitment 2024 : GPSC દ્વારા 1,40,000 ₹ માટે ની જોરદાર ભરતી!

GPSC Recruitment 2024 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી પાડવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 34 પોસ્ટ પર ભરતી પાડવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મદદનીશ ઇજને (યાંત્રિક) વર્ગ 2 ની પોસ્ટ પર ભરતી પાડવામાં આવી છે. આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારની ઉંમર વય મર્યાદા વધુ માં વઘુ 45 વર્ષ હોવી જોઈયે. આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર ને પગાર ધોરણ ₹44,900 થી 1,42,400 આપવા માં આવશે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 3/10/2024 છે. આ ભરતી વિશેની મહત્ત્વ ની માહિતી નીચે આપેલી છે. જેમાં તમને પગાર ધોરણ, ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયક, કેવી રીતે અરજી કરવી વગેરે મહત્વની માહિતી આપેલી છે.

Post details for GPSC Recruitment 2024

GPSC Recruitment 2024 નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-૨ ની કુલ 34 ખાલી જગ્યાઓ માટે રસપ્રદ ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

સંવર્ગ અને જગ્યા વિગતો
સંવર્ગનું નામ જગ્યા
બિન અનામત 17
આર્થિક રીતે નબળા વર્ગો 3
સા. અને શૈ.પ.વર્ગ 9
અનુસૂચિત જાતિ 2
અનુસૂચિત જનજાતિ 3
કુલ 34
New Doc 09 19 2024 19.16 1

Educational Qualification for GPSC Recruitment 2024

GPSC Recruitment 2024 (૧) ઉમેદવારોને જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં મેળવવી જરૂરી છે. જો લાયકાત તે સમય સુધી પૂરી નહીં થઈ હોય, તો તે ઉમેદવારો અરજી માટે પાત્ર નહીં ગણાય.

(૨) શૈક્ષણિક લાયકાતો માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી મેળવેલી હોવી જરૂરી છે. આ લાયકાત સરકાર દ્વારા માન્ય માનવામાં આવે તેવા સંસ્થાના પ્રમાણપત્રો માન્ય ગણાશે.

(૩) અરજી કરતી વખતે, ઉમેદવારોને તમામ સેમેસ્ટરોના ગુણપત્રક અને પદવી પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો લગાવવી જરૂરી છે. કોલેજના આચાર્ય દ્વારા અપાયેલા પ્રમાણપત્રોને માન્ય ગણવામાં આવશે નહીં, ફક્ત સત્તાવાર પ્રમાણિત દસ્તાવેજો જ માન્ય રહેશે.

(૪) શૈક્ષણિક લાયકાત કામચલાઉ ધોરણે માન્ય રાખવાનો હક્ક દાવો માન્ય ગણવામાં નહીં આવે. ભરતીની શરતો મુજબ, ફક્ત પૂર્ણ થયેલી લાયકાતો જ માન્ય ગણવામાં આવશે.

(૫) જો ભરતીના નિયમોમાં સમકક્ષ લાયકાત માન્ય ગણવાનું હોય, તો તેવા ઉમેદવારોને સમકક્ષતા સ્થાપિત કરનારા સત્તાવાર આદેશો અથવા પ્રાધિકૃત વિગતો રજૂ કરવાની રહેશે, જેથી તેઓ તેમની પાત્રતા પુષ્ટિ કરી શકે.

GPSC Recruitment 2024

Experience for GPSC Recruitment 2024

GPSC Recruitment 2024 (૧) જો કોઈ અનુભવની આવશ્યકતા હોય, તો તે અરજી સ્વીકારવાની અંતિમ તારીખે ગણવામાં આવશે.

(૨) (ક) જો જાહેરાતમાં કોઈ અલગ જોગવાઈ આપવામાં આવી ન હોય, તો જરૂરી લાયકાત પ્રાપ્ત થ્યાના દિવસથી જ અનુભવ ગણાશે. (ખ) અરજી સ્વીકારવાની અંતિમ તારીખ સુધી મેળવેલા અનુભવને ધ્યાનમાં લેવામાં આવશે.

(૩) અનુભવ માટેનું પ્રમાણપત્ર:- ઉમેદવાર દ્વારા દર્શાવેલા અનુભવના સમર્થન માટે, તેનો સમયગાળો (દિવસ, મહિના, વર્ષ), મૂળ પગાર, કુલ પગાર અને તેઓએ બજાવેલી ફરજોના પ્રકારની સંપૂર્ણ વિગત સાથેનું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે. આ અનુભવ પ્રમાણપત્ર આયોગ દ્વારા નક્કી કરેલા નમૂના મુજબ જ માન્ય ગણાશે. અન્ય નમૂનામાં રજૂ કરેલું પ્રમાણપત્ર સ્વીકારવામાં નહીં આવે. આયોગનો નિર્ણય અંતિમ રહેશે.

(૪) જો અનુભવના પ્રમાણપત્રમાં કોઈ ભૂલ અથવા ફેરફાર કરવામાં આવે, તો તે માન્ય નહીં ગણાય. જો પૂર્ણ વિગતો વગર નો અનુભવ રજૂ કરવામાં આવે, તો આયોગના વિચારે ફક્ત ઉપલબ્ધ માહિતીના આધારે નિર્ણય લેવામાં આવશે.

(૫) અમાન્ય ગણાશે એવો અનુભવ:– અંશકાળીન, દૈનિક વેતન પરનો કામકાજ, એપ્રેન્ટિસશિપ, તાલીમ, આર્ટીકલશીપ, માનદ વેતન, અને વધારાની ફરજ (જે મૂળ હોદ્દા સિવાયની હોય) માટેનો અનુભવ ગણવામાં નહીં આવે, એ જ રીતે, Ph.D. અભ્યાસ દરમિયાનનું સંશોધન કાર્ય અથવા Ph.D. દરમિયાનના ફેલોશિપનો અનુભવ પણ અન્યયોગ્ય ગણાશે.

Salary In GPSC Recruitment 2024

GPSC Recruitment 2024 ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા પસંદ કરવામાં આવેલા ઉમેદવારોને પગાર સુધારા નિયમો 2016 મુજબ લેવલ 8 પ્રમાણે પગાર આપવામાં આવશે. તેઓને ₹ 44,900 થી ₹1,42,400 જેટલા પગાર ધોરણના આધારે વેતન મળશે.

gpsc recruitment 2024 apply online

GPSC Recruitment 2024 GPSC દ્વારા ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારોને સૌપ્રથમ https://gpsc-ojas.gujarat.gov.in પર જવું પડશે. ત્યાંથી Menu Bar માંથી “Online Application” વિકલ્પ પસંદ કરીને “Apply” બટન પર ક્લિક કરવું.

હાલમાં ચાલી રહેલી જાહેરાતોની વિગત જોવા “Details” બટન પર ક્લિક કરો અને યોગ્ય રીતે તમામ માહિતી વાંચીને “Apply Now” બટનથી આગળ વધો. “ONE TIME REGISTRATION” નંબર અને જન્મ તારીખ દાખલ કરો. જો તમારો રજીસ્ટ્રેશન નંબર ન હોય તો “Skip” બટનનો ઉપયોગ કરીને અરજી શરૂ કરી શકશો.

અરજીમાં સૌ પ્રથમ Personal Details (જેમ કે નામ, સરનામું, મોબાઈલ નંબર, ઇમેલ આઈડી) અને Communication Details યોગ્ય રીતે ભરવી. ત્યાર બાદ, Photograph અને Signature JPG ફોર્મેટમાં અપલોડ કરો. ફોટો અને સહીના માપ અનુસાર અપલોડ કરવું જરૂરી છે.

આગળ, Education Details માં તમારા શૈક્ષણિક લાયકાતોની વિગતો સચોટ રીતે દાખલ કરો. જો ટકાવારી ન હોય તો “શુન્ય” અથવા ગ્રેડ ન હોય તો “NA” પસંદ કરો. અંતે, Experience Details માં તમારું અનુભવ દાખલ કરો અને “Save” બટનથી માહિતી સાચવી લેવી.

અરજીનું Confirmation Number નોટ કરી રાખો અને આવશ્યકતા મુજબ પ્રિન્ટ કાઢી રાખો.

General Information for GPSC Recruitment 2024

GPSC Recruitment 2024 અરજી રદ કરવાની શરતોમાં ઉમેદવારની અરજી માત્ર દષ્ટાંતરૂપ યાદી મુજબ રદ કરવામાં આવી શકે છે, જો તે નીચે દર્શાવેલી ગેરરીતિઓ કરે તો. પ્રથમ, જો અરજીમાં અરજીકર્તાએ કેટલીક વિગતો અધૂરી છોડી હોય અથવા ખોટી માહિતી આપી હોય, તો તે અરજી માન્ય ગણાશે નહીં. એટલું જ નહીં, જો ઉમેદવારે પોતાની સહી અથવા જરૂરી પ્રમાણપત્રની નકલ જમા નથી કરાવી, તો તેની અરજી પણ રદ કરવામાં આવશે.

વધુમાં, ફેક્સ અથવા ઈમેઇલ દ્વારા મોકલેલી અરજીઓ સ્વીકારવામાં આવતી નથી, જે ઉમેદવારોએ ધ્યાનમાં લેવું જોઈએ. ફોટોગ્રાફની બાબતમાં, ઉમેદવારને પોતાની પાસપોર્ટ સાઇઝની વ્હાઈટ પૃષ્ઠભૂમિવાળી તસ્વીર, જે અરજીની છેલ્લી તારીખથી એક વર્ષ જૂની ન હોય, તે અપલોડ કરવાની રહેશે.

જો આ સમયે અનામત વર્ગના અથવા દિવ્યાંગ ઉમેદવારો હોવ તો તેઓએ યોગ્ય સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્રની નકલ જમા કરાવવી ફરજિયાત છે. આ સિવાય, જો માજી સૈનિક ઉમેદવાર છે, તો તેમની ડિસ્ચાર્જ બુક અથવા નિવૃત્તિ ઓર્ડરની નકલ, જે કમાન્ડિંગ ઓફિસર દ્વારા માન્ય હોય, તેને દર્શાવવી રહેશે.

શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે પણ યોગ્ય રીતે સત્તાવાર કાગળો જેમ કે માર્કશીટ અથવા પદવી પ્રમાણપત્ર જમા કરાવવું પડશે, તેમજ જન્મ તારીખ માટે એસ.એસ.સી.ઈ. પ્રમાણપત્રની નકલ રજૂ કરવી આવશ્યક છે.

આ સિવાય, ઉમેદવારે જો કોઈ નોકરી અથવા પદ માટેનું અનુભવનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી હોય, તો તે નમુનાના આધારે જમા કરાવવું પડશે. વિશેષ કરીને, તબીબી શિક્ષણ સાથે સંબંધિત જગ્યાઓ માટે MCI, ડેન્ટલ કાઉન્સિલ, CCIM, CCH જેવી માન્ય યુનિવર્સિટી અથવા કોલેજના સક્ષમ અધિકારીઓ દ્વારા માન્ય થયેલ પદવીનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે.

જો કોઈ ઉમેદવાર ખોટી માહિતી આપી, જરૂરી દસ્તાવેજોમાં ફેરફાર કરીને અથવા તો અસલ દસ્તાવેજોમાં ગેરવર્તન કરીને યોગ્યતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે, તો તેની અરજી રદ કરાશે અને તે ઉમેદવારોના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે.

Gpsc recruitment 2024 notification pdf

Download Notification

You may also like ISRO Recruitment 2024 Notification : ISRO માં નોકરી કરવાની ઉતમ તક!

Leave a Comment