Join WhatsApp

VMC Recruitment 2024 notification Out , Apply Now !!

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એક VMC Recruitment 2024 બહાર પાડી છે જેમાં Operator cum Technician ની રિક્રુટમેન્ટ બહાર પડી છે આ રિક્રુટમેન્ટમાં ખાલી એક જ જગ્યા છે. જે ઉમેદવારો આમાં ફોર્મ ભરવા માગતા હોય તે 30-7-2024 થી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે. આને ઓનલાઇન રજીસ્ટ્રેશન લિંક તમને આની ઓફિસિયલ વેબસાઈટ પર મળી જશે જેની લીંક નીચે આપેલી છે. ઓનલાઇન એપ્લિકેશન ની છેલ્લી તારીખ 19-8-2024 છે. આ રિક્રુટમેન્ટની નીચે તમામ ડિટેલ આપી છે જેમાં તમને જાણવા મળશે કે આમાં અપ્લાય કરવા માટે કેટલું એજ્યુકેશન ક્વોલિફિકેશન , ઓનલાઈન ફીસ , ઉમર કેરીની માહિતી નીચે જાણવા મળશે.

VMC Recruitment 2024 Age Limit

VMC Recruitment 2024 મા જેવું ઉમેદવારો ઇન્ટરવ્યૂ આપવા માંગતા હોય તેમની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જે ઉમેદવારોની ઉંમર 30 વર્ષથી વધુ હશે તે આ પરીક્ષા આપી શકશે નહીં.
ઉમેદવારો નું સિલેક્શન ઇન્ટરવ્યૂ ધારા થશે.

Vmc recruitment 2024 salary per month

  • ત્રણ વર્ષ માટે રૂ. 26,000/- માસિક ફિક્સ વેતન.
  • સરકારશ્રીના નાણાં વિભાગના ઠરાવ પ્રમાણે (ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૪)ઝ.૧, તા. ૧૮-૧૦-૨૦૨૩), ત્રણ વર્ષ સુધી માસિક ફિક્સ વેતન પર પરીક્ષણની નિયુક્તિ મળશે. ત્યારબાદ, જો કાર્ય સંતોષજનક રીતે પૂર્ણ કરવામાં આવશે, તો સાતમા પગારપંચના ધોરણ મુજબ લેવલ-૨ (પે-મેટ્રિક્સ રૂ. ૧૯,૯૦૦-રૂ. ૬૩,૨૦૦) નીકાયમી પગાર ધોરણ માટે વિચારણા કરવામાં આવશે.

આની પૂરી માહિતી તમને નીચેની નોટિફિકેશન માંથી મળી રહેશે

vmc recruitment 2024 eligibility criteria

  • એસ.એસ.સી. પાસ,
  • રેફ્રિજરેશન અને એર કન્ડીશનિંગમાં ITI કે સર્ટિફિકેટ કોર્સ.
  • એર કન્ડીશનર પ્લાન્ટ, વોટર કૂલર અને રૂમ એર કન્ડીશનર રિપેરિંગમાં ઓછામાં ઓછા 7 વર્ષનો અનુભવ.

Vmc recruitment 2024 how to apply online in vadodara

  1. ઉમેદવારોએ અરજી ફી માટે રૂ. 400/- ફક્ત ઓનલાઈન જ ભરવાની રહેશે.
  2. VMC વેબસાઇટ પર અરજી સબમિટ કર્યા બાદ, ઉમેદવારોએ ફી ફક્ત ક્રેડીટ/ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગ દ્વારા જ ભરવી પડશે. ફી ભર્યા પછી ચલણની નકલ સાચવી રાખવી અને પ્રમાણપત્રોની ચકાસણી કે લેખિત/મૌખિક કસોટી દરમિયાન લાવવી.
  3. જો ફી ભર્યાનો પુરાવો અને અરજી ફોર્મ સાથે લાવવામાં નહીં આવે, તો ચકાસણી કે કસોટી માટે પ્રવેશ આપવામાં આવશે નહીં.
  4. ફી અન્ય રીતે સ્વીકારવામાં નહીં આવે.
  5. ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 19-08-2024 છે.
  6. ફી ભર્યા બાદ કોઈ પરિસ્થિતિમાં તે પરત મળશે નહીં.
  7. લાયકાત ધરાવ છો કે કેમ તે ખાતરી કર્યા બાદ જ અરજી ફોર્મ અને ફી ભરવી. લાયકાત ન ધરાવતી અરજી રદ કરવામાં આવશે.

Vmc recruitment 2024 general information date

  1. ઉમેદવારોએ અરજી કરતાં પહેલાં તેની લાયકાત છે કે નહીં તેની ખાતરી કરવી.
  2. ઓનલાઈન અરજી અને પેમેન્ટ માટે ડેસ્કટોપ અથવા લેપટોપનો જ ઉપયોગ કરવો સારું રહેશે.
  3. જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓની સંખ્યામાં ફેરફાર થવાની શક્યતા છે.
  4. રસ ધરાવતા ઉમેદવારોએ 30-07-2024 (13:00 કલાક) થી 19-08-2024 (16:59 કલાક) સુધી www.vmc.gov.in વેબસાઈટ પર ઑનલાઈન અરજી કરવી. અરજી કરતાં પહેલાં તમામ સૂચનાઓ અને માહિતી વાંચવી.
  5. ઉંમર, લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજીની છેલ્લી તારીખે ગણવામાં આવશે.
  6. શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી મેળવેલી હોવી જોઈએ.
  7. અસ્થાયી શૈક્ષણિક લાયકાત માન્ય ગણાશે નહીં.
  8. જો સમકક્ષ લાયકાત માન્ય ગણાવાનો હક છે તો, તેનો પુરાવો રજૂ કરવો પડશે.
  9. અનુભવના પ્રમાણપત્રમાં દિવસ, માસ, વર્ષ, પગાર અને ફરજોની વિગતો સાથેનો સત્તાવાર પ્રમાણપત્ર હોવો જોઈએ.
  10. અનુભવના પ્રમાણપત્રમાં પછી કોઈ ફેરફાર માન્ય નહીં. અપૂરતા પ્રમાણપત્રો અંગે મહાનગરપાલિકા નિર્ણય કરશે.
  11. અરજીમાં જાતિની વિગતોમાં ફેરફાર માન્ય નહીં. જોગવાઈ પ્રમાણેના પ્રમાણપત્ર નહીં હોય તો અરજી અમાન્ય ગણાશે.
  12. અંશકાલીન, રોજિંદા વેતનદાર, એપ્રેન્ટીસશીપ, તાલીમ, વગેરે અનુભવો માન્ય નહીં ગણાય.
  13. માર્કશીટમાં ગ્રેડ હોવા પર તેનું ટકાવારીમાં કન્વર્ઝન જરૂરી.
  14. શૈક્ષણિક લાયકાત/ડિગ્રી મેળવ્યા પછીનો જ અનુભવ માન્ય ગણાશે.
  15. ઓનલાઈન ફોર્મમાં યોગ્ય સ્થાન પર મોબાઈલ નંબર લખવો અનિવાર્ય છે.

Important Link for VMC Recruitment 2024

Quick Links

You may also like

IBPS SO Recruitment 2024 | ibps so notification 2024 pdf download

Leave a Comment