GPSC Recruitment 2024 Apply online : GPSC દ્વારા 68,000 ₹ માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી ની તક!

GPSC Recruitment 2024 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી પાડવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1 ની કુલ 23 જગ્યા ઉપર ભરતી પાડવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ ઉપર ભરતી પાડવામાં આવે છે. આ ભરતી માં અરજી કરનાર ઉમેદવારની ઉંમર વય મર્યાદા વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ તેનાથી વધુ હોવી જોઈએ નહીં. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ છેલ્લી તારીખ 3 ઓક્ટોબર 2024 છે.

આ ભરતીમાં ઉમેદવાર ને પે મેટ્રીક્સ સ્કેલ લેવલ 11 પ્રમાણે 68,900 ₹ પગાર મળવા પાત્ર છે. આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારને 100 રૂપિયા અરજી ફી ઓનલાઈન ભરવાની રહેશે. આ ભરતી વિશે ની અગત્ય ની અને મહત્ત્વ ની માહિતી નીચે આપેલી છે. જેમાં તમને પગાર ધોરણ, ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયક, કેવી રીતે અરજી કરવી વગેરે મહત્વની માહિતી આપેલી છે.

GPSC Recruitment 2024 last date

GPSC Recruitment 2024 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1 ની કુલ 23 જગ્યા ઉપર ભરતી પાડવામાં આવી છે. છેલ્લી તારીખ 3 ઓક્ટોબર 2024 છે.

પોસ્ટ વિગતો
પોસ્ટ જગ્યા
પ્રોસ્થોડોન્ટીક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજ 4
કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટીક્સ 4
ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરી 6
ઓર્થોડોન્ટીક્સ એન્ડ ડેન્ટોફેશીયલ ઓર્તોપેડીક્સ 5
પેરીયોડોન્ટોલોજી 2
ઓરલ પેથોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી 1
પબ્લિક હેલ્થ ડેન્ટ્રીસ્ટ્રી 1

Educational Qualification for GPSC Recruitment 2024

GPSC Recruitment 2024 ઉમેદવારને જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અંતિમ તારીખ સુધીમાં પૂર્ણ કરેલી હોવી જોઈએ. લાયકાત માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી પ્રાપ્ત કરેલી હોવી જરૂરી છે.

સાથે સાથે, ઉમેદવારને પોતાના બધા વર્ષો અથવા સેમેસ્ટરના ગુણપત્રક અને પદવીના પ્રમાણપત્રની સ્વયં સચોટ નકલ રજૂ કરવી પડશે. કોલેજના આચાર્ય દ્વારા અપાયેલ પ્રમાણપત્ર માન્ય ગણાશે નહીં. કામચલાઉ લાયકાત માન્ય રહેશે, તેવો દાવો માન્ય ગણાશે નહીં. જો સમકક્ષ લાયકાત સ્વીકારવામાં આવી હોય, તો ઉમેદવારને તેની સમકક્ષ લાયકાતનો પુરાવો/આદેશો રજૂ કરવો જરૂરી છે.અલગ અલગ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે જે નીચે પ્રમાણે છે.

Educational Qualification for Dental Posts
Sr. No. Name of the Post Educational Qualification
1 Prosthodontics and Crown and Bridge B.D.S. with M.D.S. Prosthodontics Crown and Bridge or Diplomate of National Board in Prosthodontics and Crown and Bridge.
2 Conservative Dentistry and Endodontics B.D.S. with M.D.S. in Conservative Dentistry and Endodontics or Diplomate of National Board in Conservative Dentistry and Endodontics.
3 Oral and Maxillofacial Surgery B.D.S. with M.D.S. in Oral and Maxillofacial Surgery or Diplomate of National Board in Oral and Maxillofacial Surgery.
4 Orthodontics and Dentofacial Orthopedics B.D.S. with M.D.S. Orthodontics and Dentofacial Orthopedics or Diplomate of National Board in Orthodontics and Dentofacial Orthopedics.
5 Periodontology B.D.S. with M.D.S. in Periodontology or Diplomate of National Board in Periodontology.
6 Oral Pathology and Microbiology B.D.S. with M.D.S. in Oral Pathology and Microbiology or Diplomate of National Board in Oral Pathology and Microbiology.
7 Public Health Dentistry B.D.S. with M.D.S. in Public Health Dentistry or Diplomate of National Board in Public Health Dentistry.

Experience for GPSC Recruitment 2024

GPSC Recruitment 2024 અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં માગેલ અનુભવ માન્ય ગણાશે.

(1) જો અન્ય કોઈ ખાસ જોગવાઈ ન હોય, તો લાયકાત મેળવવાના દિવસે શરૂ કરેલો અનુભવ, તથા અરજીની અંતિમ તારીખ સુધીનો અનુભવ ગણવામાં આવશે.

(2) ઉમેદવારને ઓનલાઈન અરજીમાં દર્શાવેલા અનુભવ માટે સમયગાળો (દિવસ, માસ, વર્ષ), મૂળ અને કુલ પગાર, તેમજ બજાવેલી ફરજોની વિગતો સાથે આયોગ દ્વારા નક્કી કરેલા નમૂનામાં જ પ્રમાણપત્ર રજુ કરવું પડશે. અન્ય નમૂનામાં આપેલું પ્રમાણપત્ર માન્ય નહીં ગણાય.

ઉમેદવાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રમાણપત્રમાં બાદમાં કોઈ ફેરફાર સ્વીકારવામાં આવશે નહીં. જો સંપૂર્ણ વિગતો સાથેનું પ્રમાણપત્ર રજુ કરવામાં નહીં આવે, તો ઉપલબ્ધ પ્રમાણપત્ર અને વિગતોના આધારે આયોગ નિર્ણય કરશે, જે બંધનકર્તા રહેશે.

અંશકાલીન, રોજિંદા વેતનદાર, એપ્રેન્ટિસશીપ, તાલીમ, આર્ટિકલશીપ, માનદ વેતન, આમંત્રિત ફેકલ્ટી, અથવા in-charge તરીકે મેળવેલો અનુભવ માન્ય ગણાશે નહીં. સાથે સાથે, અભ્યાસકાળ દરમિયાન મેળવેલો અનુભવ (જેમ કે Ph.D. દરમિયાન સંશોધનનો અનુભવ) પણ માન્ય રહેશે નહીં.

Age Limit for GPSC Recruitment 2024

GPSC Recruitment 2024 સરકારી ડેન્ટલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલમાં નોકરી માટે અરજી કરતા ઉમેદવારોની ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધી 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

Salary In GPSC Recruitment 2024

GPSC Recruitment 2024 આ પોસ્ટ માટે પસંદ થયેલા ઉમેદવારોને પે મેટ્રીક્સ સ્કેલ લેવલ 11 અનુસાર એન્ટ્રી પે ₹ 68,900 મળશે, જે સરકારી નિયમો અનુસાર ફાળવવામાં આવશે.

Application Fee for GPSC Recruitment 2024

GPSC Recruitment 2024 સામાન્ય કેટેગરીના ઉમેદવારોને ₹ 100 ફી સાથે પોસ્ટલ સર્વિસ અથવા ઓનલાઇન ફી માટે વધારાના ચાર્જ પણ ભરવા પડશે. તે ઉપરાંત, ગુજરાતના અનામત કેટેગરી, આર્થિક રીતે નબળો વર્ગ, માજી સૈનિકો અને દિવ્યાંગ ઉમેદવારોને ફી થી મુક્તિ આપવામાં આવી છે. આ ઉમેદવારો એ ફી ભરવાની નથી. જો ગુજરાત રાજ્યની બહારના અનામત વર્ગના ઉમેદવારો હોય, તો તેમને ફરજીયાત ફી ભરવી પડશે.

Gpsc recruitment 2024 apply online

GPSC Recruitment 2024 GPSC દ્વારા ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારોને સૌપ્રથમ https://gpsc-ojas.gujarat.gov.in પર જવું પડશે. ત્યાંથી Menu Bar માંથી “Online Application” વિકલ્પ પસંદ કરીને “Apply” બટન પર ક્લિક કરવું.

હાલમાં ચાલી રહેલી જાહેરાતોની વિગતો જોવા “Details” બટન પર ક્લિક કરો અને તમામ માહિતી કાળજીપૂર્વક વાંચીને “Apply Now” પર આગળ વધો.તમે ONE TIME REGISTRATION નંબર અને જન્મ તારીખ દાખલ કરશો.

જો રજીસ્ટ્રેશન નંબર ન હોય, તો “Skip” બટનનો ઉપયોગ કરીને અરજી શરૂ કરી શકો છો.અરજીમાં, સૌપ્રથમ Personal Details (જેમ કે નામ, સરનામું, મોબાઈલ નંબર, ઇમેલ આઈડી) અને Communication Details યોગ્ય રીતે ભરો.

ત્યારબાદ, Photograph અને Signature JPG ફોર્મેટમાં અપલોડ કરો, યોગ્ય માપ મુજબ.આગળ Education Details માં તમારા શૈક્ષણિક લાયકાતોની વિગતો સચોટ રીતે દાખલ કરો. જો ટકાવારી ન હોય તો “શુન્ય” અને ગ્રેડ ન હોય તો “NA” પસંદ કરો.અંતે, Experience Details માં તમારું અનુભવ દાખલ કરો અને “Save” બટનથી માહિતી સાચવો.

અરજીનું Confirmation Number નોંધે જ રાખો અને જરૂર પડે ત્યારે પ્રિન્ટ કાઢી રાખો.

Exam Details for GPSC Recruitment 2024

GPSC Recruitment 2024 પ્રથમ કસોટીમાં 200 ગુણનું પ્રશ્નપત્ર રહેશે, જે માટે 180 મિનિટનો સમય મળશે. જો ઉમેદવાર 25%થી ઓછા ગુણ મેળવે છે, તો તેઓ મુલાકાત માટે પાત્ર ગણાવામાં નહીં આવે. નોંધનીય છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના ઉમેદવારો માટે, 20%થી ઓછા ગુણ મેળવવા પર પણ તેમને રૂબરૂ મુલાકાત માટે પાત્ર નથી ગણવામાં આવતો.

General Information for GPSC Recruitment 2024

GPSC Recruitment 2024 ઉમેદવારોને ચેતવણી આપવામાં આવે છે કે તેઓ અરજીપત્રકમાં ખોટી માહિતી દર્શાવી શકે નહીં અને આવશ્યક માહિતી છૂપાવી નહીં. રજૂ કરેલા દસ્તાવેજોમાં કોઈપણ ફેરફાર ન થાય, અને જો એક જ બાબતના બે અથવા વધુ દસ્તાવેજોમાં અસંગતતા જણાય, તો સ્પષ્ટતા આપવી જરૂરી છે.

જો ઉમેદવાર નીચેના કૃત્યો કરે છે, તો તેમને કાયદેસર નિયંત્રણમાં લેવામાં આવશે:

  • 1. અરજીમાં ખોટી માહિતી આપવી.
  • 2. દસ્તાવેજો બદલીને અથવા નકલી દસ્તાવેજ રજૂ કરવો
  • 3. કસોટી દરમ્યાન અનધિકૃત સાધનોનો ઉપયોગ કરવો.
  • 4. અન્ય ઉમેદવારની જવાબવહીની નકલ કરવી.
  • 5. પરીક્ષા દરમિયાન ગેરવર્તણૂક કરવી.
  • 6. પરીક્ષાની પ્રક્રિયામાં વિક્ષેપ કરવો.
  • આ સિવાય, ઉમેદવારોને શિસ્તભંગના આચારણ માટે સજાગ રહેવું પડશે, અને જરૂરી દસ્તાવેજો નોંધાવવા ખાતરી રાખવી પડશે, જેમ કે:-
  • પાસપોર્ટ સાઇઝનો ફોટોમાન્ય
  • શૈક્ષણિક પ્રમાણપત્રો– અનામત અને દિવ્યાંગતા સંબંધિત પ્રમાણપત્રઅન્ય આધારિત માહિતી ચૂકવવાની ટાળવું.

Gpsc recruitment 2024 notification pdf

Download Notification

You may also like GPSC Recruitment 2024 : GPSC દ્વારા 1,40,000 ₹ માટે ની જોરદાર ભરતી!

Leave a Comment

Exit mobile version