Kutch Recruitment 2024 :- 10 પાસ કરેલ ઉમેદવાર માટે 35,000 ₹ માટે ની મહત્વ ની ભરતી!

Kutch Recruitment 2024 કચ્છ કલેકટર ઓફિસ દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ માટે ભરતી પાડવામાં આવી છે. આ ભરતી કુલ 48 પોસ્ટ પર પાડવામાં આવી છે. આ ભરતી માં રસ ધરાવતા અને લાયક ઉમેદવાર ની ઉંમર મર્યાદા 20 થી 35 વર્ષ હોવી જોઈએ. આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારને 20,000 થી ₹35,000 ₹ પગાર આપવામાં આવશે. આ ભરતી 11 માસના કરાર આધારીત પાડવામાં આવેલ છે. આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારને તેમના પ્રમાણપત્ર રૂબરૂ અથવા ટપાલ કરવાના રહેશે. આ ભરતી માટે ઉમેદવારને વિવિધ પોસ્ટ પ્રમાણે અનુભવ હોવો જરૂરી છે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 30/09/2024 છે. આ ભરતી વિશેની બધી માહિતી નીચે આપેલી છે. જેમાં તમને પગાર ધોરણ, ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયક, કેવી રીતે અરજી કરવી વગેરે મહત્વની માહિતી આપેલી છે.

Post details for Kutch Recruitment 2024

પોસ્ટ વિગતો

પોસ્ટ જગ્યા
ડિવિઝનલ ફાયર ઓફિસર 1
સ્ટેશન ઓફિસર 1
લીડીંગ ફાયરમેન 4
ફાયરમેન 29
ડ્રાઇવર કમ ઓપરેટર 10
ઓટોમોબાઈલ એન્જિનિયર 1
ઓટોમોબાઈલ ઇલેક્ટ્રીશિયન 1
મિકેનિક 1
કૂલ 48

Educational Qualification for Kutch Recruitment 2024

ડીવીઝનલ ફાયર ઓફિસર:- ડીવીઝનલ ઓફિસરનો કોર્સ અથવા નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરમાંથી એડવાન્સ ડિપ્લોમા ઇન ફાયર એન્જિનિયરિંગ. આ ઉપરાંત, કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી ધરાવવી અનિવાર્ય.

સ્ટેશન ઓફિસર :- માન્ય યુનિવર્સિટીએ માન્યતા પ્રાપ્ત સ્નાતક અથવા સમકક્ષ. નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરનો સ્ટેશન ઓફિસરનો કોર્સ અથવા ડિપ્લોમા ઈન ફાયર એન્જિનિયર. નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરનો સબ ઓફિસરનો કોર્સ પણ માન્ય. હેમ રેડિયો લાઈસન્સ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા મળશે.

લીડિંગ ફાયરમેન :- 12 પાસ અથવા સમકક્ષ. સરકાર માન્ય ફાયર ટ્રેનિંગ સ્કૂલમાંથી પ્રાથમિક ફાયર ફાઈટિંગ કોર્સની કસોટી પાસ કરેલ હોવી જરૂરી. હેમ રેડિયો લાઈસન્સ ધરાવનાર ઉમેદવારને પ્રાથમિકતા મળશે.

ફાયરમેન :- ધોરણ 10 પાસ અથવા સમકક્ષ. સરકાર માન્ય ફાયર ટ્રેનિંગ સ્કૂલમાંથી પ્રાથમિક ફાયર ફાઈટિંગ ટ્રેનિંગ કોર્સ પાસ કરેલ હોવું જોઈએ. ફાયરમેન તરીકે છ માસની ટ્રેનિંગ મેળવેલી ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.

ડ્રાઈવર કમ ઓપરેટર :- ધોરણ 10 પાસ અથવા સમકક્ષ. હેવી મોટર વ્હીકલ (HMV) ચલાવવાનું ઓછામાં ઓછું 5 વર્ષ જૂનું વેલીડ લાઈસન્સ ધરાવવું જોઈએ. ફાયર બ્રિગેડના વાહનોના ઉપકરણોને ઓપરેટ કરવાની જાણકારી હોવી જરૂરી.

ઓટોમોબાઈલ એન્જિનિયર :- ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કોર્સ પૂર્ણ કરેલું હોવું જોઈએ.

ઓટોમોબાઈલ ઈલેક્ટ્રિશિયન :- ઓટોમોબાઈલ ઈલેક્ટ્રિશન માટેનો આઈટીઆઈ (ITI) કોર્સ પૂર્ણ કરેલ હોવો જોઈએ.

મિકેનિક :- મોટર મિકેનિક વ્હીકલ અથવા મિકેનિક ડીઝલમાં 2 વર્ષનો કોર્સ અને ધોરણ 10 પાસ અનિવાર્ય.

Experience for Kutch Recruitment 2024

ડીવીઝનલ ફાયર ઓફિસર :- મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા રાજ્ય સરકારના ફાયર બ્રિગેડ સ્ટેશનમાં સ્ટેશન ઓફિસર તરીકે 5 વર્ષનો અનુભવ.

સ્ટેશન ઓફિસર :- સરકારી અથવા અર્ધ સરકારી ફાયર સ્ટેશનમાં સબ-ઓફિસર તરીકે 5 વર્ષનો અનુભવ.

લીડીંગ ફાયરમેન :- સરકારી અથવા અર્ધસરકારી ફાયર સ્ટેશનમાં ફાયરમેન તરીકે 3 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા.

ફાયરમેન :- સરકારી અથવા અર્ધસરકારી ફાયર સ્ટેશનમાં ફાયરમેન તરીકે 3 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા.

ડ્રાઇવર કમ ઓપરેટર :- ફાયરમેન અથવા ફાયર બ્રિગેડ પંપ ઓપરેટર તરીકે 3 વર્ષનો અનુભવ.

ઓટોમોબાઇલ એન્જીનીયર :- પેટ્રોલ-ડિઝલના વર્કશોપમાં 5 વર્ષનો અનુભવ.

ઓટો મોબાઇલ ઇલેક્ટ્રીશિયન :- પેટ્રોલ-ડિઝલના વર્કશોપમાં 5 વર્ષનો અનુભવ.

મિકેનિક :- પેટ્રોલ-ડિઝલના વર્કશોપમાં 7 વર્ષનો અનુભવ.

Age Limit for Kutch Recruitment 2024

પોસ્ટ અને વયમર્યાદા

પોસ્ટ વયમર્યાદા
ડિવિઝનલ ફાયર ઓફિસર 48 વર્ષ સુધી
સ્ટેશન ઓફિસર 20થી 35 વર્ષ વચ્ચે
લીડીંગ ફાયરમેન 20થી 35 વર્ષ
ફાયરમેન 20થી 35 વર્ષ
ડ્રાઇવર કમ ઓપરેટર 20થી 35 વર્ષ
ઓટોમોબાઈલ એન્જિનિયર 20થી 35 વર્ષ
ઓટોમોબાઈલ ઇલેક્ટ્રીશિયન 20થી 35 વર્ષ
મિકેનિક 20થી 35 વર્ષ

Salary In Kutch Recruitment 2024

પોસ્ટ અને પગાર

પોસ્ટ પગાર
ડિવિઝનલ ફાયર ઓફિસર ₹35,000
સ્ટેશન ઓફિસર ₹28,500
લીડીંગ ફાયરમેન ₹23,000
ફાયરમેન ₹20,000
ડ્રાઇવર કમ ઓપરેટર ₹20,000
ઓટોમોબાઈલ એન્જિનિયર ₹23,000
ઓટોમોબાઈલ ઇલેક્ટ્રીશિયન ₹23,000
મિકેનિક ₹23,000

How to apply for Kutch Recruitment 2024

Kutch Recruitment 2024 ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, ગાંધીધામ માટે વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી માટે રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

આ જગ્યાઓ માટે અરજી ફોર્મ નીચેની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે: – https://kachchh.nic.in https://collectorkutch.gujarat.gov.in ફોર્મમાં માગેલી વિગતો ભરીને, નોટિફિકેશનમાં આપેલા સરનામે રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું :-પ્રાંત કચેરી – અંજાર, જીમખાનાની બાજુમાં, આદિપુર રોડ, મું. અંજાર, જિ. કચ્છ, ફોન: 02836 – 243345.

General Information for Kutch Recruitment 2024

ક્રમ નં. 1, 2, 6, 7 અને 8 માટે અરજદારોએ શારિરીક અને લાયકાત ચકાસણી સાથે મૌખિક ઇન્ટરવ્યુ માટે નક્કી તારીખે પ્રાંત કચેરી, અંજાર ખાતે હાજર રહેવું રહેશે. અરજદારોએ તમામ અસલ પ્રમાણપત્રો (શૈક્ષણિક, શારીરીક, અનુભવ) સાથે હાજર રહેવું ફરજિયાત છે. ચકાસણીમાં લાયક ગણવામાં આવતા ઉમેદવારોને જ મૌખિક ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.

ક્રમ નં. 3, 4 અને 5 માટે ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, ગાંધીધામ ખાતે શારિરીક કસોટી થશે, જેમાં સફળ ઉમેદવારોનો મૌખિક ઇન્ટરવ્યુ લેવાશે.

ઉમેદવારોએ ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટે પોતાનો ખર્ચ અને જોખમ પોતાની જવાબદારી પર ઉઠાવવાનો રહેશે. ઇન્ટરવ્યુ માટે કોલ લેટર નહીં અપાય, તેથી પોતાનું મોબાઈલ નંબર અને Email-ID આપવું અનિવાર્ય છે. વધુ માહિતી માટે 02836-243345 પર સંપર્ક કરી શકો.

૧) લીડીંગ ફાયરમેન, ૨) ફાયરમેન તથા ૩) ડ્રાઈવર કમ ઓપરેટરની શારિરીક કસોટી નીચે મુજબ રહેશે.

પ્રદર્શન અને માપદંડ

પ્રદર્શન માપદંડ
લાંબી કુદ ૩.૮૦ મીટર ઓછામાં
ઉંચી કુદ ૧.૦ મીટર ઓછામાં ઓછું
૮૦૦ મીટર દોડ વધુમાં વધુ ૧૭૦ સેકન્ડ
૨૦૦ મીટર સ્વીમીંગ વધુમાં વધુ ૪૦૦ સેકન્ડ
રસ્સો ચડવો ૫ મીટર ઉંચાઈ
થાંભલો ચડવો નક્કી કરેલ ઉંચાઈ સુધી
તરણ/સ્વીમીંગ પાણીમાં ફસાયેલ વ્યક્તિને બહાર કાઢવી
સીડી ચડવી ફાયર ફાઈટીંગ લેડર ઉપર ચડવું

Important Link For Kutch Recruitment 2024

Download Notification

You may also like AMC Recruitment 2024 :- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં નોકરી મેળવવા ની ઉતમ તક!

Leave a Comment

Exit mobile version